મને શું ગમે ?
હું કોઈ કવિ કે લેખક નથી પરંતુ મારા મન માં એક ગામ ની રચના આવી જ્યાં ઉનાળુ હોય જેને હું અક્ષર માં આકાર આપી રહયો છું .
મને ગમેં એક નાનકડું ગામ જ્યાં રોજ સવારે પક્ષીઓ નો કલરવ સંભાળવા નાલે, જ્યાં સૂર્ય સુનહરી કિરણ સાથે દર્શન આપે, જ્યાં લીમડા, પીપડા જેવા ઝાડ ના પાંદડા વાયરા સાથે વાતું કરી ખડખડાટ હસતા હોય, જ્યાં ભરવાડ બકરીઓ, ઘેંટા લઇ લીલું ઘાસ ચરવા લઇ જતો હોય, જ્યાં માવડીઓ ચુલ્લા પર સીરમણ તૈય્યાર કરતી હોય, જ્યાં ખેડૂતો બળદ સાથે ગાડું તૈય્યાર કરતા હોય, જ્યાં નાનકડી નદી ખડખડ કરતી વેહતી હોય અને એજ નદી ના કાઠે કપડા ધોવાતા હોય, જ્યાં ગામના ચોરા પર વડીલો નો મેળો જામતો હોય .
અને બોપાર થતા જ આખો માહોલ બદલ જતો હોય, જ્યાં હર બોપાર એકાંત બની જતી હોય, જ્યાં બાળકો શાળાએથી પાછા ફરતા હોય, જ્યાં બા ભાતું લઇ ખેતરે જતી હોય, જ્યાં ખેડૂત એક વડલા નીચે બેસી એક ઠંડક અનુભવતો હોય, જ્યાં વડીલો ગામ ના ચોરા ને જ ઊંઘ નો ખાટલો બનાવી દેતા હોય, જ્યાં પશુ-પક્ષી પણ આરામ કરતા હોય, જ્યાં ખુલ્લા તપતા પગ ને ગાય નું છાણ ઠંડક આપે .
અને સાંજ થતા જ જાણે બધા જીવ જાગી ગયા હોય તેવું લાગે, જ્યાં સાંજે બાળકો અવનવી રમતો રમતા હોય, જ્યાં બા વારું તૈય્યારી કરતી હોય, જ્યાં પાદરે એક નાનકડી કથા ચાલતી હોય, જ્યાં ખેડૂતો આખા દિવસ નો થાક લઇ ગાડા સાથે પરત ફરતા હોય, ઘર ના વડીલો આરતી-પૂજા ને પાઠ કરતા હોય, ઘરડી બા ઘરના ઓટલે ભેગી થતી હોય, પક્ષીઓ પાછા પોતાના માળા પર ફરતા હોય, પશુ પોતાના આશરે આવતા હોય .
અને રાતે બસ એક ફાનસનું તમતમ અને દાદા-દાદી ની અવનવી વાર્તા બસ બીજું કઈ નઈ, જ્યાં ના હોય ઝઘડો, ના હોય રૂપિયા ની મોહમાયા, ના હોય અશાંતિ, ના હોય ગાડીના ઘોંઘાટ કે મશીનરીના આવાજ, ના હોય ભાગાભાગી અને ના હોય સહેજ પણ ચિંતા .
એવું મને ગમે . . . . . . . . એવું મને ગમે . . . . . . . . . .
No comments:
Post a Comment